રાજકોટથી ઉદયપુર, ઈન્દોર, સુરત જયપુરની ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી

Wednesday 25th November 2026 05:13 EST
 

રાજકોટઃ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા વધી છે, પરંતુ હવાઈ સેવા સૌથી વધુ માત્ર 2 રૂટ પર જ આધારિત છે. 1 વર્ષમાં નોંધાયેલા કુલ 12.46 લાખ યાત્રીકો પૈકી 8.35 લાખ મુસાફર એટલે કે 67 ટકા ટ્રાફિક માત્ર મુંબઈ અને દિલ્હીનો છે. હાલ માત્ર બે એરલાઇન્સ કંપની સાત શહેરમાં જ ફ્લાઇટ ઓપરેટ કરે છે. જો કે માત્ર બે શહેરો પૂરતો જ ટ્રાફિક મળતાં એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઉદયપુર, ઇન્દોર, જયપુર, સુરત અને ઇન્દોરની રિઝનલ ફ્લાઇટ્સ બંધ કરી દેવાઈ છે. હાલ રાજકોટ એરપોર્ટ પરથી માત્ર બે એરલાઇન્સ કંપની જ કાર્યરત્ છે. તેમાં ઇન્ડિગોના 6 રૂટ અને એર ઇન્ડિયાના 2 રૂટ સામેલ છે. આ બંને કંપનીઓ મળીને માત્ર 6 શહેરમાં જ ફ્લાઇટ ઓપરેટ કરે છે. 


comments powered by Disqus