વડોદરાનાં રાજમાતા અને મહારાજા ગાયકવાડે મા બહુચરનાં દર્શન કર્યાં

Wednesday 25th November 2026 06:19 EST
 
 

તીર્થધામ બહુચરાજી ખાતે શનિવારે વડોદરા સ્ટેટનાં રાજમાતા સુભાંગિની રાજે અને શ્રીમંત મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ બહુચર માતાજીનાં દર્શને પધાર્યાં હતાં. ભૂદેવોના મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે રાજવી પરિવારે માતાજીની પૂજા કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા રાજવી પરિવારનું સ્વાગત કરાયું હતું. મા બહુચર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે વર્ષો અગાઉ કિલ્લા સાથે માતાજીના મંદિરનું પણ નિર્માણ કરાવ્યું હતું. જેનું હાલ પુનઃ નિર્માણ ચાલે છે.


comments powered by Disqus