વાઇબ્રન્ટ ગુજરાત- 2027માં આસામ ‘પાર્ટનર સ્ટેટ’

Wednesday 25th November 2026 05:29 EST
 

ગાંધીનગરઃ  આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’માં આસામની ભાગીદારી અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો. આ સમિટમાં આસામ ‘પાર્ટનર સ્ટેટ’ તરીકે જોડાશે. ગુજરાત અને આસામ વચ્ચેના આંતરરાજ્ય સહયોગને મજબૂત બનાવવા તેમજ ઔદ્યોગિક વિકાસ અને રોકાણ ક્ષેત્રે નવી તકો, વેપાર-વાણિજ્ય તથા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે આ પાર્ટનરશિપ મહત્ત્વની બનશે. ગુજરાત સરકારના આદિજાતી વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશ પટેલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે મુલાકાત કરી વાઇબ્રન્ટ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. 


comments powered by Disqus