વાપીમાં ખંડણીના આરોપીના પગમાં PIએ ગોળી મારી

Wednesday 25th November 2026 06:16 EST
 

વાપીઃ અભિષેક જ્વેલર્સના પુત્ર લલિત જૈન પર હુમલા અને રૂ. 5 કરોડની ખંડણી કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી જુગરાજ ઉર્ફે યુવરાજને રવિવારે બલીઠા સિવિલ હોસ્પિટલથી મેડિકલ કરાવી પરત લવાતો હતો. આ દરમિયાન બલીઠા અંડરપાસમાં ચાલુ પીસીઆર વાનમાં જુગરાજે હાથકડીથી ડ્રાઇવરનું ગળું દબાવતાં વાન દીવાલ સાથે અથડાઈ હતી. આરોપીએ SOG PI ડી.ડી. પરમાર પર પણ હુમલો કરતાં પીઆઇએ સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી હતી. ઉલ્લેખનીય છે કે, દુબઈ જેલમાં બંધ ગેંગસ્ટર હેરી ઢિલ્લોનના ઇશારે જુગરાજે પંજાબથી બે શખ્સોને લાવી 17 નવેમ્બરે જ્વેલર્સ પુત્ર પર કોયતા-ચપ્પુથી હુમલો કર્યો હતો. ઘાયલ આરોપીને સારવાર માટે ખસેડાયો છે.


comments powered by Disqus