સરદારની 700 કિલોની કાંસાની પ્રતિમાનો પ્રોજેક્ટ લંબાયો

Wednesday 25th November 2026 06:20 EST
 
 

નડિયાદમાં કાંસાના નવીનીકરણની કામગીરીને પગલે હટાવાયેલી સરદાર પટેલની પ્રતિમાને ફાયર સ્ટેશનના એક રૂમમાં ગાદલાં પાથરીને સૂવડાવી રખાઈ છે. ખોદકામ દરમિયાન નુકસાન ન થાય એ માટે પ્રતિમા ખસેડાઈ હતી. કાંસાની કામગીરીમાં વિલંબના કારણે લાંબા સમયથી પ્રતિમા ઓરડામાં કેદ છે. 1966માં સ્થાપિત થયેલી આ પ્રતિમા નડિયાદના સૌથી જૂના અને જાણીતા જાહેર સ્મારકો પૈકી એક છે.


comments powered by Disqus