સાંસ્કૃતિક સંબંધો શાંતિની સૌથી મજબૂત ગેરેન્ટીઃ SCOમાં મોદી

Wednesday 25th November 2026 06:29 EST
 
 

અમદાવાદઃ નવી દિલ્હીમાં આયોજિત પ્રથમ SCO સિવિલાઇઝેશનલ ડાઇલોગમાં વડાપ્રધાન મોદીએ ફરી એકવાર દુનિયાને શાંતિનો સંદેશ આપ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ સંમેલનનું આયોજન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વ પર યુદ્ધ અને અશાંતિ છવાયેલાં છે. આ સમયે આપણે ભારતમાં સિવિલાઈઝેશનલ ડાઇલોગને મજબૂત કરી રહ્યા છીએ. આ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે વૈશ્વિક સ્તરે શાંતિ માટે સાંસ્કૃતિક સંબંધો જ સૌથી મજબૂત ગેરંટી છે. નવી દિલ્હીના કિલ્લામાં ભારત સરકારની પહેલ પર આયોજિત એસસીઓ અર્થવ્યવસ્થા અને કનેક્ટિવિટીના ક્ષેત્રેમાં મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના તમામ રસ્તાઓ પરથી વેપાર થતો રહ્યો છે. આ રસ્તાઓ દ્વારા વેપારીઓની સાથે-સાથે વિચારકો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છે. આજે જે જગ્યાએ આ આયોજન કરાઈ રહ્યું છે, તેનું સાંસ્કૃતિક મહત્ત્વ ઘણું વધારે છે. ઇતિહાસકારોના મતે દિલ્હીના પુરાના કિલ્લાનું મહત્ત્વ હજારો વર્ષ જૂનું છે.


comments powered by Disqus