નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શનિવારે સમગ્ર પરિવાર સાથે પોતાના પૈતૃક વતન બનાસકાંઠાના બાલોદર ગામની મુલાકાત લીધી હતી. વર્ષોથી સુરતમાં વ્યવસાયઅર્થે સ્થાયી થયેલો સંઘવી પરિવાર અચાનક બાલોદર પહોંચતાં ગામના લોકોએ સંઘવીને સ્થાનિક ઘાટની પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. અહીં તેમણે શિવાલય અને જૈન દેરાસરમાં પૂજન-અર્ચન કર્યાં અને સ્વર્ગસ્થ પિતા સાથેની વતનની યાદો તાજી કરી હતી.

