દાહોદઃ ગઈ વિધાનસભા ચૂંટણીમાં વિક્રમી 156 બેઠકો મળ્યા બાદ ભાજપ હાલ આ સ્થિતિ જાળવી રાખવાના સખત દબાણમાં છે. હાલની પ્રવાહી રાજકીય પરિસ્થિતિ અને આદિવાસી વિસ્તારમાં લોકજુવાળને જોતાં સરકાર આદિવાસી વિસ્તારોમાં પડાવ નાખીને બેઠી છે. મુખ્યમંત્રીએ સતત ત્રણ દિવસ દાહોદમાં રોકાણ કરીને સ્થાનિક લોકોનો સંપર્ક કર્યો, તે દરમિયાન તેમણે આદિવાસીઓના ધાર્મિકસ્થળની મુલાકાત લઈ શરસંધાન કરી સંકેત આપ્યો કે તેમનો લક્ષ્યાંક 156થી પણ મોટો છે.
બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ
ગરબાડા ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા. આ પ્રસંગે તેમણે સ્થળ પર ઉપસ્થિત સ્થાનિક નાગરિકો અને બાળકો સાથે ચર્ચા કરી હતી.
પ્રવાસના પહેલા દિવસે મુખ્યમંત્રી સરાબલી ગામના એક આદિવાસી પરિવારના મૂકેશ બારિયાના ઘરે નીચે બેસીને મગનું શાક, ચણાની દાળ, અડદની દાળ અને દાળ પાનિયા આરોગ્યાં હતાં. આ સાથે તેમણે પરિવારના વડીલો અને મહિલાઓ સાથે વાત કરી પરિવારની સ્થિતિ, બાળકોના અભ્યાસ અને આજીવિકા વિશે પૂછ્યછયું હતું.

