ઓપરેશન સિંદૂર બાદ 150 પાક. દુલ્હન ભારત આવી

Wednesday 26th August 2026 06:07 EDT
 

નવી દિલ્હીઃ 1947માં ભારત અને પાકિસ્તાનનાં ભાગલા ભલે પડ્યા પણ બંને દેશોમાં વસતા અનેક પરિવારો વચ્ચે હજી પરસ્પર સંબંધો જળવાઈ રહ્યા છે અને બંને દેશનાં લોકો વચ્ચે હજી રોટી-બેટીનો વ્યવહાર જળવાઈ રહ્યો છે. છેલ્લાં 30-40 વર્ષથી બંને દેશોનાં વર-કન્યા વચ્ચે લગ્નો પણ થઈ રહ્યાં છે. ઓપરેશન સિંદૂર પછી 150થી વધુ પાકિસ્તાની યુવતીઓ ભારતમાં દુલ્હન બનીને આવી છે. આમ બંને દેશો વચ્ચે લગ્નનો સિલસિલો ચાલુ રહ્યો છે. ગૃહ મંત્રાલયના રિપોર્ટ મુજબ ઓપરેશન સિંદૂર પહેલાં જે યુવક-યુવતીની સગાઈ થઈ ચૂકી હતી તેને લગ્ન માટે ખાસ પરમિશન અપાઈ હતી.


comments powered by Disqus