કોંગ્રેસ 2027ની ચૂંટણીની કમાન જેન-ઝીને સોંપશે

Tuesday 25th August 2026 16:05 EDT
 

અમદાવાદઃ વિધાનસભા ચૂંટણી 2027ને આડે હજુ સમય છે, પરંતુ કોંગ્રેસે અત્યારથી જ સંગઠનને આક્રમક અને યુવામય બનાવવા કમર કસી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા સંગઠન માળખાને દિલ્હી દરબારમાં આખરી ઓપ આપી દેવાયો છે. પ્રદેશ માળખામાં નિષ્ક્રિય જૂના ચહેરાને ઘરભેગા કરવાનું નિશ્ચિત છે, જ્યારે ગુજરાત કોંગ્રેસને નવું જોમ આપવા ‘જેન-જી’ના યુવા કાર્યકરોને તક આપવાનું નક્કી થયું છે.


comments powered by Disqus