ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશનની સાથે ફ્યુચર સ્ટ્રેટેજિક પાર્ટનર પણ

Tuesday 25th August 2026 16:06 EDT
 
 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશને અમેરિકા પ્રવાસના બીજા દિવસે સેમિકંડક્ટર, AI, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડિપટેક સેક્ટર્સના 100થી વધુ ઈન્ડસ્ટ્રી લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને વન ટુ વન બેઠકો યોજી હતી. આ ઉપરાંત એજ્યુ ટેક, હેલ્થ ટેક અને ગેમિંગ સેક્ટર્સના અગ્રણી સાથે પણ રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરાયું હતું. આ તબક્કે મુખ્યમંત્રીએ ગુજરાતને માત્ર ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે નહીં, પરંતુ ફ્યુચર ટેક્નોલોજી, ઈનોવેશન ઈકોસિસ્ટમ અને સપ્લાય ચેઇન નિર્માણ માટે લોંગટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે અપનાવવા ગ્લોબલ કંપનીઓને આહવાન કર્યું હતું અને જાન્યુઆરી-2027માં યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, સિલીકોન વેલીની ટેક્નોલોજી અને ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ક્ષમતાઓ પરસ્પર પૂરક બની શકે છે. ગુજરાતમાં આવી એન્ડ ડેવલપમેન્ટ, કંપનીઝ માટે રિસર્ચ એન્ડ ઈનોવેશનથી લઈને મેન્યુફેક્ચરિંગ તેમજ ગ્લોબલ એક્સ્પાન્શન સુધીની એક સંપૂર્ણ ઈકોસિસ્ટમ ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ છે.


comments powered by Disqus