ગુજરાતમાં વર્ષ 2025માં રૂ. 269 કરોડનો દારૂ જપ્ત

Tuesday 25th August 2026 16:05 EDT
 

ગાંધીનગરઃ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર મોટાપાયે દારૂ પકડાવાનો કે લઠ્ઠાકાંડ સર્જાવાનો સિલસિલો યથાવત રહે છે. વર્ષ 2009માં અમદાવાદમાં સર્જાયેલા મહા લઠ્ઠાકાંડમાં 123થી વધુના મોત થયા હતા તેના દોઢ દાયકા કરતાથી પણ વધુ સમય છતાં સરકારી તંત્ર દારૂબંધીનો અસરકારક અમલ ન કરાવી શકતા તાજેતરમાં ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડે ફરી તંત્રની પોલ ખોલી છે. 2025ના વર્ષમાં સમગ્ર ગુજરાતમાં કુલ મળીને 269 કરોડ રૂપિયાનો દેશી-વિદેશી દારૂ અને બિયર પકડાયો હતો. 2026માં પણ મોટાપાયે ચાલતો દારૂનો વેપલો અટકાવી ન શકાતા લઠ્ઠાકાંડ સર્જાયો છે. 


comments powered by Disqus