ન્યૂયોર્કઃ ન્યૂયોર્કમાં મુખ્યમંત્રીએ જેપી મોર્ગન, ગોલુબ કેપિટલ, ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ અને ઉબરના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી. આ સાથે જ IBM રિસર્ચની મુલાકાત લઈ એઆઇ, ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ અને સેમિકંડક્ટર ક્ષેત્રે સંશોધન સહયોગની સંભાવના અંગે ચર્ચા કરી. જેપી મોર્ગને ગિફ્ટ સિટી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાની પુન:પુષ્ટિ કરી હતી અને ત્યાં હાજરી વધુ મજબૂત બનાવવા તથા બિઝનેસ વિસ્તરણ યોજનાની માહિતી આપી હતી. ગોલુબ કેપિટલે પણ ગિફ્ટ સિટીમાં રોકાણ તેમજ બેન્કિંગ, ઇન્શ્યોરન્સ અને એક્સચેન્જ ક્ષેત્રે વૈશ્વિક ભાગીદારોને જોડવામાં રસ દર્શાવ્યો હતો. ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગે ગુજરાતની પ્રગતિશીલ ડેટા સેન્ટર પોલિસીની પ્રશંસા કરતાં અને ઉબરે ગુજરાતનાં શહેરોમાં સેવાઓ વિસ્તારવા રસ દાખવ્યો હતો.

