દ્વારકેશલાલજીની એન્ટિક ખુરશી ગાર્ડે વેચી દીધી

Wednesday 26th August 2026 06:07 EDT
 
 

વડોદરાઃ કીર્તિમંદિરમાં આયોજિત કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીને બેસવા રાખેલી રૂ. 1 લાખની એન્ટિક જર્મન સિલ્વરની ખુરશી સિક્યુરિટી ગાર્ડે વેચી દેતાં હરણી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટ દ્વારા કીર્તિમંદિર ખાતે ભૂખ્યાને ભોજન આપવાનો કાર્યક્રમ હતો, જે બાદ ખુરશી કારેલીબાગના એક ફ્લેટની નીચે ખુલ્લામાં મૂકી હતી. બે દિવસ બાદ ફરિયાદી સામાન ફ્લેટમાં મૂકવા આવતાં સિક્યુરિટી ગાર્ડે ખુરશી ભંગારમાં વેચી દીધી હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે હરણી પોલીસે ગાર્ડ મનોજ વણકર વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કર્યો છે. અને ખુરશી ક્યાં વેચી છે અને આ ચોરીના ષડયંત્રમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામા તપાસ શરૂ કરી છે.


comments powered by Disqus