ભુજઃ રવિવારે સુરક્ષા એજન્સીઓને અબડાસાના પિંગળેશ્વર દરિયાકિનારે સર્ચ દરમિયાન બે શંકાસ્પદ ડિવાઇસ મળ્યાં છે. આ અંગે અરબ સાગરના કિનારે સુરક્ષા એજન્સીઓનું સર્ચ ચાલી રહ્યું છે, તે અનુસંધાને રવિવારે જખૌ પોલીસમથક, સ્ટેટ આઇબી, એલઆઇબી દરિયા કિનારે સર્ચ કરી રહ્યા હતા, તે દરમિયાન પિંગળેશ્વર લેન્ડિંગ પોઇન્ટ પરથી બે શંકાસ્પદ ડિવાઇસ મળ્યાં હતાં. જેનો કબજો મેળવી તપાસ શરૂ કરી દેવાઈ છે.
