રાજકોટઃ પીડીયુ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં દર્દીની સારવારના મુદ્દે મહિલા તબીબ શિંગાળાને લાફો ઝીંકી બેફામ ગાળો ભાંડનાર ડો. અશ્વિન રામાણી સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તેની ધરપકડ હતી. કોર્ટથી ડો. રામાણીનો જામીન પર છુટકારો થયો હતો. આરોગ્ય વિભાગે ડો. રામાણીની પંચમહાલમાં બદલી કરી દીધી છે.
સિવિલના વડા પણ રાતોરાત બદલાયા
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરને મેડિકલ ઓફિસરે લાફો માર્યાના બનાવની ગુંજ ગાંધીનગર સુધી પહોંચી છે. રાતોરાત સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધીક્ષક ડો. મોનાલી માંકડિયાને ચાર્જમાંથી મુક્ત કરી તેમના સ્થાને ડો. કમલ ડોડિયાને તબીબી અધીક્ષક
વર્ગ-1નો વધારાનો હવાલો સોંપવાનો સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ પીડિત મહિલા તબીબને ફોન પર ન્યાય અને સુરક્ષા આપવા માટે આશ્વાસન આપ્યું હતું.
