મુન્દ્રા તાલુકાના મોખા નજીક રૂ. 37 લાખના હેરોઈન સાથે ટ્રેલર ડ્રાઇવર પકડાયો

Wednesday 26th August 2026 06:08 EDT
 

મુન્દ્રાઃ પ્રાગપર રોડ પર આવેલા અદાણી પાર્કિંગમાં એસઓજીએ દરોડો પાડીને રૂ. 37 લાખના હેરોઇનના જથ્થા સાથે પંજાબના કારજસિંઘ કુલબીરસિંઘ માનિસ નામના ટ્રેલર ચાલરને ઝડપી લીધો હતો. પોલીસે તપાસ કરતાં ટ્રેલરની કેબિનમાં લાકડાના છૂપાં ખાનામાંથી રૂ. 37 લાખનું 185 ગ્રામ હેરોઇન, મોબાઇલ અને  રોકડ રૂ. 1.59 લાખની સાથે કુલ રૂ. 1.58 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો. પોલીસે કારજસિંઘ અને જથ્થો આપનારા આરોપી રવિ સામે કાર્યવાહી હાથ ધરી છે.


comments powered by Disqus