હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત વડનગરની ઓટો રિક્ષાઓને અનંત અનાદિ વડનગરની થીમ પર શણગારી ઐતિહાસિક લૂક આપવાની કામગીરી હાથ ધરાઈ છે. આગામી સમયમાં શહેરમાં અલગ જ પ્રકારની રિક્ષા દોડતી જોવા મળશે, જે પ્રવાસીઓ તેમજ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.