નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ સાંસદ અને નેતા સજ્જન કુમારનું ગુરુવારે તિહાડ જેલમાં નિધન થયું. સફદરગંજ હોસ્પિટલે તેમના નિધનની પુષ્ટિ કરતાં કહ્યું કે, તેમને મૃત અવસ્થામાં જ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર્સની ટીમે તેમને મૃત ઘોષિત કર્યા હતા. 1984 શીખ રમખાણ સાથે જોડાયેલા મામલાના દોષી સજ્જન કુમાર તિહાડ જેલમાં ઉંમરકેદની સજા ભોગવી રહ્યા હતા અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. તેમના નિધનના સમાચાર મળતાં જ તેમનો પુત્ર જગપ્રવેશ કુમાર સફદરગંજ હોસ્પિટલ દોડી આવ્યો હતો. સજ્જન કુમાર દિલ્હીના પ્રભાવશાળી કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ હતા.

