વેરાવળઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક મંગળવારે મધરાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતાં ચકચાર મચી છે. જો કે આ સમગ્ર કાર્યવાહી વચ્ચે ફારસી શિલાલેખની સ્થિતિ અંગે સવાલો ઊઠ્યા છે. શિલાલેખ ક્યાં લઈ જવાયો છે અને હાલ કઈ જગ્યાએ રખાયો છે તેનો કોઈ અતોપત્તો નથી. તંત્રના અધિકારીઓ પણ આ અંગે કાઈ ફોડ પાડી રહ્યા નથી.
બુલડોઝર સહિતનાં સાધનોની મદદથી અનધિકૃત બાંધકામો દૂર કરાયા બાદ હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. દરમિયાન રક્ષિત સ્મારક કોના આદેશથી તોડ્યું તે અંગે સવાલ ઊઠી રહ્યા છે. આ અંગે કલેક્ટર દ્વારા મૌન સેવી લેવાયું છે, તો સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ રાતોરાત કરાયેલી તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે.

