હોલ્ટેક ઈન્ટરનેશનલને રિએક્ટર ઉત્પાદન, રિસર્ચ સેન્ટર સ્થાપવામાં રસ

Tuesday 25th August 2026 16:06 EDT
 
 

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના પૂર્વાર્ધરૂપે યુએસ પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂયોર્કમાં વૈશ્વિક કંપનીઓના વડાઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતમાં સેમિકંડક્ટર, આઇટી અને ફ્લિટેક ક્ષેત્રે મૂડીરોકાણની નવી ક્ષિતિજો ખોલી છે. હોલ્ટેક ઇન્ટરનેશનલના સીઈઓ સાથેની બેઠકમાં કંપનીએ ગુજરાતમાં સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સના ઉત્પાદન અને રિસર્ચ-ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવામાં રસ દાખવ્યો. મુખ્યમંત્રીએ નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-2026 હેઠળ ન્યૂક્લિયર પાવર સાધનોને ‘થ્રસ્ટ એરિયા’ તરીકે પ્રોત્સાહિત કરાયા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આઈટી સેવાઓની અગ્રણી કંપની ‘કિન્ડ્રીલ’ના ગ્લોબલ હેડ ઝેકર્સેસ કૂપર સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ ગુજરાતના સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટઅપ્સ માટે એઆઇ સ્ટ્રેટેજિ અને સ્કિલિંગ ક્ષેત્રે સહયોગની ખાતરી આપી હતી.


comments powered by Disqus