મુંબઈઃ આવકવેરા વિભાગની મુંબઈ ટીમે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં 12 ઠેકાણાં પર એકસાથે સર્ચ કર્યું છે. આ ઠેકાણાંનો સંબંધ અભિનેત્રી રકુલપ્રિત સિંહ, ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયો સાથે છે. વિભાગની ટીમોએ આ પરિસરોમાં દસ્તાવેજો અને નાણાકીય લેવડદેવડની માહિતી ચકાસી હતી. આ કાર્યવાહી ફિલ્મો સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ માટે વિદેશ મોકલાતી રકમની તપાસ અનુસંધાને કરાઈ રહી છે. આવકવેરા વિભાગને કથિત રીતે ફિલ્મોના શૂટિંગ, ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશન અને પ્રોડક્શન સાથે જોડાયેલી લેવડદેવડમાં વિદેશમાં રકમ મોકલવાને લઈને કેટલાક ઈનપુટ મળ્યા હતા.

