અર્નબ વાવાઝોડાથી ઉત્તરપ્રદેશમાં 60 મોતઃ બિહાર તારાજ

Wednesday 30th September 2026 06:06 EDT
 

લખનઉઃ અર્નબ વાવાઝોડાએ ઉત્તરપ્રદેશમાં રવિવારે ભારે તારાજી સર્જી. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ભારે વરસાદ અને તીવ્ર પવનથી વૃક્ષો અને કાચાં મકાન તૂટી પડ્યાં હતાં. રાજ્યમાં વરસાદ અને આંધી-તોફાન સંબંધિત દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 60 થઈ ગયો છે. બીજી બાજુ બિહારમાં અર્નબ વાવાઝોડું થોડું નબળું થયું હતું, પરંતુ 72 કલાકના સતત વરસાદના કારણે હજારો ગામ ટાપુ બન્યાં છે. ઉત્તરપ્રદેશમાં સતત વરસાદે અનેક જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જતા સામાન્ય જનજીવન ખોરવાયું હતું. 


comments powered by Disqus