કંડલા, મુન્દ્રા સહિત દેશનાં 4 બંદર ‘મેગા પોર્ટ’ જાહેર

Wednesday 30th September 2026 06:05 EDT
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પોર્ટ પરિવહન, જળમાર્ગ મંત્રાલય દ્વારા દેશના દરિયાઈ વેપાર અને માળખાકીય સુવિધાને વેગ આપવા એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ભારતીય પોર્ટ્સ એક્ટ, 2025 હેઠળ કંડલા, મુન્દ્રા સહિત દેશનાં ચાર મુખ્ય અને મહત્ત્વનાં બંદરોને ‘મેગા પોર્ટ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યાં છે. તેમાં કંડલાનું દીનદયાલ પોર્ટ (મેજર પોર્ટ), મુન્દ્રા પોર્ટ (નોન-મેજર પોર્ટ), મહારાષ્ટ્રના ન્હાવા શેવાનું જવાહરલાલ નેહરુ પોર્ટ (મેજર પોર્ટ) અને ઓડિશાનું પારાદ્વીપ (મેજર પોર્ટ) સામેલ છે.


comments powered by Disqus