ખેડૂતોની જમીન હડપવાનું રૂ. 700 કરોડથી વધુનું કૌભાંડ

Wednesday 30th September 2026 06:07 EDT
 
 

રાજકોટઃ  શહેર-જિલ્લામાં લોનની જાળ પાથરી ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂતોની કીમતી જમીનો હડપ કરી લેતી અલ્પેશ દોંગા અને તેના સાગરીતોને ઝડપી લેવાયા છે. આ કૌભાંડનો આંકડો રૂ. 700 કરોડથી પણ વધુ હોવાની શક્યતા છે. પડધરી પોલીસે મુખ્ય સૂત્રધાર અલ્પેશ દોંગા સહિત તેના 4 સાગરીતોને પણ ઝડપ્યા છે. અલ્પેશ 10 વર્ષથી રાજકોટ-અમદાવાદમાં કોલ સેન્ટર ખોલી લોનના બહાને ખેડૂતોને ફસાવવાનું કારસ્તાન ચલાવતો હોવાનું ખૂલ્યું છે., જે અંગે સીટની રચના કરાઈ છે.


comments powered by Disqus