ગુજરાતનાં 108 જળાશયોમાં 50 ટકાથી ઓછું જળસ્તર

Wednesday 30th September 2026 06:06 EDT
 

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં જળસ્તર વધીને 99.05 ટકા નોંધાયું છે. સરદાર સરોવરની કુલ ક્ષમતા 9.46 ટ્રિલિયન લિટર છે અને તેની સામે જળસંગ્રહ 9.37 ટ્રિલિયન લિટર નોંધાયો છે.
હાલ ગુજરાતના 32 જળાશયો છલોછલ છે જ્યારે 37 માં 70 થી 100 ટકા, 29 માં 50 થી 70 ટકા, 36 માં 25 થી 50 ટકા વચ્ચે જળસ્તર છે જ્યારે 72 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી ઓછું છે. આમ, 108 જળાશય એવા છે જ્યાં 50 ટકાથી ઓછું જળસ્તર છે. 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 71.86 ટકા છે. જેમાં 48 હાઇ એલર્ટ, 12 એલર્ટ અને 9 વોર્નિંગ હેઠળ છે.રીજિયન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં 46.69 ટકા, મધ્ય ગુજરાતમાં 72.16 ટકા, દક્ષિણ ગુજરાતમાં 84.97 ટકા, કચ્છમાં 32.61 ટકા, સૌરાષ્ટ્રમાં 51.84 ટકા જળસ્તર છે.


comments powered by Disqus