ચારુસેટની વધુ એક વૈશ્વિક સિદ્ધિ

Wednesday 30th September 2026 06:06 EDT
 
 

ચારુસેટ યુનિવર્સિટીએ યુઆઇ ગ્રીનમેટ્રિક વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026માં પ્રથમ વખત 110 દેશોની 2,016 ભાગ લેનારી સંસ્થા પૈકી 1122મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ વર્ષે રેન્ક થયેલી ભારતીય યુનિવર્સિટીમાં ચારુસેટને 51મો ક્રમ મળ્યો છે. ચારુસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલે જણાવ્યું કે, ગ્રીનમેટ્રિક વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સમાં અમારો પ્રથમ પ્રવેશ અને તેમાં ગુજરાતની સર્વોચ્ચ ક્રમાંકિત યુનિવર્સિટી તરીકે સ્થાન મેળવવું સમગ્ર ચારુસેટ પરિવાર માટે ગૌરવની ક્ષણ છે.


comments powered by Disqus