જેપી મોર્ગન બે વર્ષમાં ભારતમાં બિઝનેસ બમણો કરશે

Wednesday 30th September 2026 06:06 EDT
 

ગાંધીનગરઃ અમેરિકન બેન્ક જેપી મોર્ગન ચેઝ' ભારતના એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ ‘ગિફ્ટ સિટી’માં વિસ્તરણ કરવા જઈ રહી છે. બેન્ક આગામી બે વર્ષમાં ગિફ્ટ સિટીમાં પોતાનો બિઝનેસ બમણો કરવાની યોજના બનાવી રહી છે. જેપી મોર્ગનના ગ્લોબલ કો-હેડ ઓફ પેમેન્ટ્સ, મેક્સ ન્યુકિર્ચને જણાવ્યું છે કે, બેન્ક ગિફ્ટ સિટીમાં ચાર વર્ષથી સક્રિય છે અને તેમાં નોંધપાત્ર ગ્રોથ છે. હવે બેન્ક આગામી તબક્કામાં ટ્રેડ ફાઇનાન્સ, ફોરેન એક્સચેન્જ, લિક્વિડિટી અને પેમેન્ટ સોલ્યુશન્સની સેવાઓમાં વધારો કરશે.


comments powered by Disqus