જોધપુરમાં 7 દેશની ‘તરંગશક્તિ’ યુદ્ધ કવાયત

Wednesday 30th September 2026 06:06 EDT
 
 

તરંગ શક્તિ-2024ની બીજી આવૃત્તિ શનિવાર 26 સપ્ટેમ્બરથી રાજસ્થાનનાં જોધપુર એરબેઝ પર શરૂ થઈ ગઈ છે. આ મેગા એર એક્સરસાઇઝ 12 ઓક્ટોબર સુધી ચાલશે. આ યુદ્ધ અભ્યાસમાં ભારત ઉપરાંત સાત મિત્ર દેશ અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, યુએઈ, બાંગ્લાદેશ, શ્રીલંકા પોતાનાં યુદ્ધ વિમાનો અને સૈન્ય સંસાધનોની સાથે ભાગ લઈ રહ્યાં છે. આ ઉપરાંત 32 અન્ય દેશ આ અભ્યાસમાં ઓબ્ઝર્વર તરીકે ભાગ લઈ રહ્યા છે. યુદ્ધ અભ્યાસમાં ભારતનાં સ્વદેશી તેજસ, સુખોઈ-30 અને રાફેલની સાથે અમેરિકન એફ-35 અને યુએઈનાં એફ-16 જેવા આધુનિક યુદ્ધ વિમાન પોતાની શક્તિ બતાવી રહ્યાં છે


comments powered by Disqus