પાકિસ્તાનથી આવેલા 4 હિન્દુને ભારતીય નાગરિકત્વ

Wednesday 30th September 2026 06:06 EDT
 

મોરબીઃ પાકિસ્તાનથી વર્ષો પહેલા મોરબી આવેલા 4 હિન્દુ માટે લાંબા સમયથી ચાલતી નાગરિકતા મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. લાંબા સમયથી લોંગ ટર્મ વિઝા પર મોરબીમાં વસતા પ્રેમસિંઘ નેતસિંઘ, સવાઈ રોહસિંઘ, કિર્શનસિંહ રોહસિંઘ અને પરતાબસિંહ કાનજીને ભારતીય નાગરિકતાનાં કાયમી પ્રમાણપત્રો મળ્યાં છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ભારતીય નાગરિકતા અધિનિયમ હેઠળની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચારેયને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. 


comments powered by Disqus