નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતરત્ન સ્વર કોકિલા લતા મંગેશકરની જન્મજયંતી પ્રસંગે તેમને નમન કરીને અંજલિ આપી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતાં કહ્યું કે, ભારતીય સંગીતમાં લતા દીદીનું યોગદાન હંમેશાં યાદ રહેશે. તેમણે લતા મંગેશકરને યાદ કરતાં લખ્યું કે, તેમણે પોતાના સૂરીલા અવાજની મદદથી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું હતું. દેશની પ્રગતિ સાથે સંકળાયેલી તમામ પહેલને લતાદીદી હંમેશાં સપોર્ટ કરતાં હતાં. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ લતા મંગેશકરને યાદ કરતાં ખાસ સંદેશ લખ્યો છે. તેમણે લખ્યું કે લતાજી ભારતીય સંગીતની અમર ઓળખ છે. લતાજીના અવાજમાં ભારતીય સંગીતની મીઠાશ, ભાવ અને આત્માનો સંગમ થતો હતો.

