વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ‘સહકારિતા શિરોમણિ પુરસ્કાર’થી સન્માનિત

Wednesday 30th September 2026 06:06 EDT
 
 

ગાંધીનગરઃ કૃષક ભારતી કો.ઓપરેટિવ લિમિટેડ (KRIBHCO) દ્વારા સહકાર ક્ષેત્રે વિશિષ્ટ અને નોંધપાત્ર યોગદાન આપનાર અગ્રણીઓને દરવર્ષે અપાતા પ્રતિષ્ઠિત સહકારિતા શિરોમણિ પુરસ્કારથી વર્ષ 2025-’26 માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને સન્માનિત કરાયા. નવી દિલ્હી ખાતે યોજાયેલી KRIBH-COની 46મી વાર્ષિક સાધારણ સભા (AGM) દરમિયાન તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરાયો હતો, તેમજ સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા, સહકારની ભાવનાને વેગ આપવા તથા ખેડૂતો, પશુપાલકો અને મહિલાઓના વિકાસ માટે કરાયેલા વિવિધ પ્રયાસો અને યોગદાનને ધ્યાનમાં રાખીને શંકરભાઈ ચૌધરીને આ સન્માન અપાયું છે.


comments powered by Disqus