નવી દિલ્હીઃ ગુજરાતની 5 સહિત 131 હસ્તીને પદ્મ પુરસ્કાર અપાયા છે. વડોદરાના આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે ઓળખાતા ધાર્મિકલાલ પંડ્યાને રાષ્ટ્રપતિએ એવોર્ડ આપ્યો હતો. આ સાથે સુરતમાં ઓર્ગન ડોનેશનમાં મદદ કરતા નિલેશ માંડલેવાલા અને કલાક્ષેત્રે હાજી રમકડુંના નામથી પ્રચલિત હાજી મીર કાસમવાલા, સાહિત્યમાં રતિલાલ બોરીસાગર અને અરવિંદ વૈદ્યને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો.

