રિવરફ્રન્ટ પરથી રવિવારે સવારે 5:30 વાગ્યે ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાઇકલ’ અભિયાનની 75મી આવૃત્તિનો પ્રારંભ થતાં CWG-2030નું કાઉન્ટડાઉન શરૂ થયું છે. ‘અ ન્યૂ આઇકોન ફોર અ ફિટર ઈન્ડિયા- પેડલિંગ ટુ 2030’ની ખાસ થીમ સાથે મેગા ઈવેન્ટને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા, રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખુલ્લી મૂકી હતી. આ નિમિત્તે ફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાના પણ હાજર રહ્યા હતા.

