અમદાવાદ: સોશિયલ મીડિયા ઉપર કોક્રોચ જનતા પાર્ટીએ ધૂમ મચાવી છે, ત્યાં ગુજરાતમાં ક્રાંતિકારી મ જનતા પાર્ટીના નામે છ મુદ્દાનો મેનિફેસ્ટો જાહેર કરાયો છે. ગુજરાતના ખૂણેખૂણે 1 જૂનથી કોક્રોચ જનતા પાર્ટીની ચળવળ ચલાવાશે, જેમાં લડત લડનારા યુવાનો, યોદ્ધાઓની જુદીજુદી કોલેજો, સોશિયલ મીડિયા પર નોંધણી શરૂ કરાશે. નોંધણી બાદ 6 મુદ્દા પર અભિયાન ચલાવાશે. સામાજિક કાર્યકર મનીષ બ્રહ્મભટ્ટે 6 મુદ્દા જાહેર કર્યા છે, તેમાં મેરિટ મુજબ ટિકિટ, ડિજિટલ વોટ, 6 મહિનામાં ન્યાય, સમાન શિક્ષણ, રોજગાર, જનતા રેડ અને ખોટી ફરિયાદ કરનારાને તત્કાલ ડિસમિસના મુદ્દા સામેલ છે.

