છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાનો બંદૂક-કારતૂસ સાથેનો વીડિયો વાઈરલ

Wednesday 27th May 2026 06:57 EDT
 
 

છોટાઉદેપુરઃ છોટાઉદેપુરમાં તાલુકા પંચાયત ખાતે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિજય સરઘસ દરમિયાન લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ બંદૂક સાથે નાચગાન કર્યું હતું. જે અંગે સમગ્ર રાજકારણમાં ભારે ચર્ચાનો થઈ રહી છે. આ વાઇરલ વીડિયોએ વિરોધીઓને વાતો કરવાની તક આપી હતી.
ભાજપની ભવ્ય જીત સાથે બોડીની રચના પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રમુખ અને ઉપપ્રમુખપદે પણ ભાજપના સભ્યો ચુંટાતાં વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય સરઘસમાં સાંસદ સાંસદ રાઠવા કારના રૂફટોપથી ઊભા હતા અને ‘ઝુકેગા નહીં સાલા’ની એક્શનમાં બંદૂક ઊંચી કરી કાર્યકરોમાં જોશ ભરી રહ્યા હતા. સાંસદનો હાથમાં બંદૂક અને કારતૂસ લઈને જાહેર માર્ગ પર ફરતો વીડિયો વાઇરલ થતાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ચર્ચા જામી છે.


comments powered by Disqus