જ્યોર્જિયા ડોક્ટર બનવા ગયેલો અમદાવાદનો યુવક રહસ્યમય રીતે લાપતા

Wednesday 27th May 2026 06:15 EDT
 
 

અમદાવાદઃ ડોકટર બનવા જ્યોર્જિયા ગયેલો અમદાવાદના ઓઢવનો યુવક રહસ્યમય રીતે ગુમ થઈ ગયો છે. યુવકની સાથે શેરિંગમાં રહેનારા રોજ પૈસા માટે ઝઘડો કરતા હોવાથી કંટાળી યુવક બીજે શિફ્ટ થઈ રહ્યો હતો. યુવક નવા ઘરે પહોંચ્યો ત્યારે આ ટોળકી ત્યાં પહોંચી હતી અને તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારથી જ યુવક ગાયબ થઈ ગયો હતો.
ઓઢવમાં રહેતા અને ઘર પાસે ક્લિનિક ધરાવતા ડો. મયૂર રાજદીપનો દીકરો મિહિર કેનેડા જ્યારે બીજો ધ્વનિત જ્યોર્જિયામાં 2 વર્ષથી મેડિકલમાં અભ્યાસ કરે છે. ડો.મયૂરે વાત કહ્યું હતું કે, ધ્યનિત એક મહિના પહેલાં જ અનિલ, માન્યા, ઝાકી તેમજ જ્યોર્જિયાના એક યુવક સાથે શેરિંગમાં રહેવા આવ્યો હતો. આ લોકો પૈસાની માગ કરી ઝઘડો કરતા હોવાથી અન્ય જગ્યાએ શિફ્ટ થવા સામાન લેવા ગયો ત્યારે તેને રૂમમાં પૂરી મારી નાખવાની ધમકી આપી મારી પાસે પૈસા માગ્યા હતા. આ અંગે ધ્વનિતે પિતાને જણાવતાં તેમણે તેને અમદાવાદ આવી જવા કહ્યું હતું, પરંતુ એકાએક ફોન બંધ થયા બાદ ધ્વનિતનો સંપર્ક થઈ શક્યો નથી.


comments powered by Disqus