રાજપીપળાઃ તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજપીપળા આવ્યા હતા. આ નિમિત્તે તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, 75 વર્ષમાં ગુજરાતમાં ફક્ત ભાજપ અને કોંગ્રેસની જ સરકાર બનતી હતી, ત્યારે હવે નર્મદા જિલ્લાની પ્રજાએ ત્રીજી પાર્ટી તરીકે આપની સરકાર બનાવી છે. નર્મદા જિલ્લાએ જે કર્યું છે એ 2027 વિધાનસભા ચૂંટણીમાં આખું ગુજરાત કરી બતાવશે અને આખા રાજ્યમાં આ ચિંગારી ફેલાશે. ઘણાં વર્ષોથી ભાજપના અત્યાચાર, દમન અને ભ્રષ્ટાચારથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારે છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એક બીજાને સપોર્ટ કરી રહી છે. બંને એકસાથે મળીને ગુજરાતને લૂંટી રહ્યા છે.

