માંડવીઃ માંડવીના સ્વામિનારાયણ મંદિરે ચાલી રહેલા સેવા ‘વૃંદાવન અમૃત મહોત્સવ' દ૨ મિ યા ન બ્રહ્મચોર્યાસીના ધાર્મિક મંચ પરથી થયેલા શબ્દપ્રયોગે હવે સામાજિક અને ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. શાસ્ત્રી જી.કે. સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મસમાજ અંગે કરાયેલા ભીખ શબ્દપ્રયોગ બાદ મંચ પર હાજર પ્રદેશ ભાજપના મહામંત્રી તેમજ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધદવેએ “બ્રાહ્મણ કદી ભીખ માગતો નથી, દાન સ્વીકારે છે” એવો પ્રતિભાવ આપતા સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે, ધારાસભ્ય અને સ્વામી વચ્ચે મંચ પર જ થયેલી આ ‘શાબ્દિક ટક્કર'નો વિડિયો જોતજોતામાં વાયરલ થતાં મામલો માંડવી-કચ્છની સીમા ઓળંગી દેશ-વિદેશમાં વસતા બ્રહ્મ સમાજ સુધી પહોંચી ગયો. બ્રાહ્મણની અસ્મિતા ધાર્મિક ગૌરવ અને સંતોની જવાબદારી મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચાઓનું ઘમસાણ સર્જાયું છે. બીજીબાજુ અનુયાયીઓ સ્વામીના નિવેદનનો બચાવ કરી રહ્યા છે.

