મુંદ્રા પોર્ટ પર અનેક કન્ટેનર્સ અટવાયાં

Wednesday 27th May 2026 06:15 EDT
 
 

મુંદ્રાઃ કચ્છના મુંદ્રા બંદર પર કન્ટેનર લેવા અને ગુજરાત કે ભારતના અન્ય વિસ્તારોથી નિકાસ માટેના કન્ટેનર્સ મૂકવા જતી ટ્રક્સને જોઈતા ડીઝલના જથ્થાથી માંડ 10થી 15 ટકા જથ્થો જ કચ્છ જિલ્લાના પેટ્રોલ પંપથી મળતો હોવાથી આયાત અને નિકાસનાં હજારો કન્ટેનર્સ અટવાઈ પડ્યાં છે. છેલ્લા એક મહિનાથી આ પરિસ્થિતિ હોવાના કારણે ગુજરાતના આયાત નિકાસકારોની હાલત પણ કફોડી થઈ ગઈ છે. મુંદ્રા બંદરેથી દુબઈ, અમેરિકા, દક્ષિણ આફ્રિકા તથા યૂરોપિયન સંઘના દેશોમાં કન્ટેનર નિકાસ થાય છે, તેમજ આ તમામ દેશોથી આયાતનાં કન્ટેનર્સ પણ મુંદ્રા આવે છે.
મુંદ્રા કસ્ટમ્સ બ્રોકર એસોસિયેશનને કેન્દ્રના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીને લખેલા પત્રમાં જણાવાયું છે કે, આ સપ્લાય ચેઇનને જાળવી રાખવા કેન્દ્ર સરકારે આ મામલામાં તત્કાળ દરમિયાનગીરી કરવાની જરૂર છે, કારણ કે માલની હેરફેર અટકી પડી છે. માત્ર ગુજરાતમાં થતી આયાત નિકાસના કન્સાઇન્મેન્ટ્સ જ નહીં, પરંતુ ઉત્તર ભારત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી
અને મધ્યપ્રદેશથી આવતાં કન્ટેનર પણ અટકી પડ્યાં છે.


comments powered by Disqus