જૂનાગઢઃ ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થાય ત્યારે આપણને બીજું કંઈ ગમે કે ના ગમે, પણ ફળોના રાજા કેરીને ચોક્કસ પસંદ કરીએ છીએ. એમાંય જો ‘કેસર કેરી’ની વાત કરીએ તો તે ખરેખર ટોચ પર છે. બહુ ઓછા લોકો જાણે છે કે સોરઠની આ મધમીઠી કેરીને ‘કેસર’ નામ ક્યારે, કોણે અને કઈ રીતે આપ્યું? 25 મે 2026ના રોજ આ ‘કેસર’ કેરીના નામકરણને 92 વર્ષ પૂરાં થયાં છે. આ કેરી અસ્તિત્વમાં એ પહેલાં પણ હતી, પણ તેનું નામકરણ થયું નહોતું.

