‘નીતિન પટેલને પતાવી દીધા’ કહેનારા કાર્યકર સામે ફરિયાદ

Wednesday 27th May 2026 06:57 EDT
 
 

મહેસાણાઃ મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ વોર્ડ-8થી ચૂંટાયેલા કોર્પોરેટર ચંદ્રકાંત પટેલનો એક ઓડિયો શુક્રવારે વાઇરલ થયો. ઓડિયોમાં તેઓ ભાજપના અન્ય એક નેતા સાથે મોબાઇલ પર ચૂંટણી મુદ્દે વાત કરે છે. સામેના નેતાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નામ લેતાં જ ચંદ્રકાંત પટેલે ‘મેં નીતિનભાઈ પટેલને પતાવી દીધા’ની ડંફાસ મારી હતી. આ વાતચીત 7 મિનિટની હતી, તેમાં ચંદ્રકાંત પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે 25 વખત અપમાનજનક શબ્દો કહ્યા હતા.
ઓડિયો વાઇરલ થતાં તે નીતિન પટેલ સુધી પહોંચ્યો. નીતિનભાઈ પટેલે આ ઓડિયો ગાંધીનગરસ્થિત ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડ અને પ્રદેશમાં રજૂ કરી ફરિયાદ કરી છે. આ ઘટનાને લઈને મહેસાણા જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા છે. લોકોમાં સવાલ ઊઠ્યા છે કે પોતાના પક્ષના વરિષ્ઠ નેતા વિશે ચૂંટાયેલા કોર્પોરેટર આવી ભાષા વાપરે તો સામાન્ય પ્રજા સાથે કેવો વ્યવહાર કરશે. શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટી આ કોર્પોરેટર સામે પગલાં ભરશે કે નહીં તે મુદ્દે પણ ચર્ચા છે.


comments powered by Disqus