અમેરિકાના 16 ભાવિ શિક્ષકો અગરિયા બાળકો માટે પાટડીમાં

Wednesday 28th January 2026 05:12 EST
 
 

પાટડીઃ કચ્છના નાના રણમાં અગરિયાઓના બાળકો કેવી રીતે શિક્ષણ મેળવે છે, તે સમજવા છેક અમેરિકાથી 16 તાલીમાર્થી શિક્ષકો અને 2 પ્રોફેસરની ટીમ 3 દિવસની મુલાકાત હતી. શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક આદાન-પ્રદાનના ભાગરૂપે આ મુલાકાત અત્યંત મહત્ત્વની બની રહી હતી. અમેરિકાએ વિઝા નિયમો કડક બનાવ્યા છે, બીજી બાજુ રણકાંઠાના વિદ્યાર્થીઓએ અમેરિકનોને દિલથી આવકાર્યા હતા. અમેરિકાની પ્રતિષ્ઠિત માયામી યુનિવર્સિટી (ઓહાયો)થી પ્રોફેસર મેઘન અને લી આર્મ્સસ્ટ્રોંગની આગેવાનીમાં 16 ભાવિ શિક્ષકોની ટીમ કચ્છના નાના રણમાં આવી હતી.


comments powered by Disqus