આનંદીબહેનનાં પુત્રી અનાર પટેલ હવે ખોડલધામનાં સર્વેસર્વા

Wednesday 28th January 2026 05:13 EST
 
 

રાજકોટઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેનનાં દીકરી અનાર પટેલ હવે ખોડલધામનાં સર્વેસર્વા થઈ ગયાં છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નવી પોસ્ટ ઊભી કરી અનાર પટેલને આખું સંગઠન સોંપી દીધું છે. હવે અનાર પટેલ ગામેગામ જઈ ખોડલધામને મજબૂત કરશે અને ખોડલધામ સંગઠનને ઘર-ઘર સુધી પહોંચાડશે. હવે ખોડલધામના સંગઠનને લગતાં તમામ પાયાનાં કામકાજની ધુરા અનાર પટેલના શિરે રહેશે. અનાર પટેલે જણાવ્યું કે, મને સંગઠનની જવાબદારી મળી છે. અમે નરેશ પટેલના નેજા હેઠળ કામ કરીશું. આ હોદ્દાને રાજકારણ સાથે ન જોડવો જોઈએ. હું સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છું, મને જ્યારે કોઈ પદ મળ્યું એ સેવા માટે મળ્યું છે અને મેં મારી રાજકીય પ્રોફાઇલ બનાવી નથી.


comments powered by Disqus