અમદાવાદઃ દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક રાજુ બારોટનું શુક્રવારે સાંજે 76 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. રાજુભાઈ પત્ની નફીસાબહેન બારોટ અને પરિવારના સભ્યો સાથે ઉત્તરાખંડના પ્રવાસે ગયા હતા ત્યારે એકાએક તબિયત લથડી હતી. અમદાવાદને કર્મભૂમિ બનાવનારા રાજુભાઈએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનયની તાલીમ લીધી હતી.

