નવસારીઃ વિદેશની ધરતી પર સુખસાહ્યબીનાં સપનાં જોતી એક મહિલા માટે બેલારુસનો પ્રવાસ જિંદગીનો સૌથી મોટો આઘાત સાબિત થયો છે. નવસારીના શાંતાદેવી વિસ્તારમાં રહેતી મહિલા મીના જોશી જ્યારે વતન પરત ફરી ત્યારે તેની આંખોમાં વતનમાં પરત ફરવાની ખુશી ઓછી અને એજન્ટો દ્વારા થયેલા વિશ્વાસઘાતનું દર્દ વધારે દેખાતું હતું.
પરસેવાની કમાણી અને એજન્ટોની છેતરામણીની આપવીતી કે સંભળાવતા મીના જોશીના ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. તેણે આક્રોશ અને વેદના સાથે જણાવ્યું કે, ‘મેં એજન્ટને કોઈ મફતના પૈસા નથી આપ્યા, એ મારી મજૂરીની કમાણી હતી. મને મારા એ પૈસા પાછા મળવા જોઈએ.’ આ કિસ્સાને જોતાં કોઈપણ એજન્ટને પૈસા આપતા પહેલાં તેની પૂરેપૂરી તપાસ કરી લેવી જોઈએ.
બેલારુસમાં વીતેલી એ ભયાનક રાતો..
મીના જોશીએ જણાવ્યું કે, ત્યાંની પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી. એજન્ટોના વાયદા પોકળ સાબિત થયા હતા. અજાણ્યા દેશમાં રોજિંદો ખર્ચ કાઢવા માટે તેણે ત્યાં મજૂરી કરવી પડી હતી.
એજન્ટોએ લાચારી નો ફાયદો ઉઠાવ્યો
આજે મીના પોતાના ઘરે સુરક્ષિત છે, ત્યારે તે માત્ર એક જ માગ કરી રહી છે, ન્યાય. તેણે સ્પષ્ટ કર્યું છે કે, એજન્ટોએ તેની લાચારીનો ફાયદો ઉઠાવ્યો છે અને તેની મહેનતની મૂડી પડાવી લીધી છે.

