મહેસાણામાં જીવદયા અને સ્વચ્છતાનો અનોખો સંગમ

Wednesday 28th January 2026 05:12 EST
 
 

ઉત્તરાયણ બાદ રસ્તાઓ અને અગાશીઓ પર પડેલાં દોરીનાં ગૂંચળાં પશુ-પંખીઓ માટે જીવલેણ સાબિત થાય છે. મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંક નાયકે આ સમસ્યાના ઉકેલ માટે પ્રેરણાદાયી અભિગમ અપનાવી શહેરભરથી અંદાજે 800 કિલો જેટલી વેસ્ટ દોરીની ખરીદી કરી તેનું એકત્રીકરણ કર્યું છે. વિશેષ વાત એ છે કે, લોકો આ દોરી રસ્તા પર ન ફેંકે તે માટે તેમણે રૂ. 150 પ્રતિ કિલોના ભાવે આ વેસ્ટ દોરી ખરીદી કરી હતી.


comments powered by Disqus