અમદાવાદઃ અમેરિકાની કંપની માઈક્રોન ટેક્નોલોજી અમદાવાદના સાણંદ ખાતે સેમિકંડક્ટર પ્લાન્ટમાં ચિપ ઉત્પાદન શરૂ કરશે. કેન્દ્રીય આઇટી અને રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે દાવોસમાં યોજાઈ રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આ માહિતી આપી હતી. આ કંપની દ્વારા સાણંદ પ્લાન્ટમાં 2.75 બિલિયન ડોલરના રોકાણનો અંદાજ છે. અશ્વિની વૈષ્ણવે ઉમેર્યું હતું કે અનેક માન્ય સેમિકંડક્ટર સુવિધા પર પાયલોટ સ્તરે ઉત્પાદન પહેલેથી જ શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં વ્યવસાયિક ઉત્પાદન શરૂ થશે. ભારત સેમિકંડક્ટર ક્ષેત્રે 28 નેનોમીટરથી લઈને 2 નેનોમીટર સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવી શકે છે. અશ્વિની વૈષ્ણવે ગૂગલ ડીપમાઇન્ડ અને ઓપન એઆઇના અધિકારીઓને ફેબ્રુઆરીમાં દિલ્હીમાં યોજાનાર ‘AI ઈમ્પેક્ટ સમિટ’માં આમંત્રણ આપતાં તેમણે કહ્યું કે, ભારત માટે ક્રિટિકલ મિનરલ નીતિ મહત્ત્વપૂર્ણ છે. તેને રિફાઇનિંગ અને પ્રોસેસિંગ સહિત અનેક તબક્કામાં સહકારની જરૂર છે.સહયોગની પણ જરૂર છે.

