રાહુલ ડરપોક અને અસુરક્ષિત નેતાઃ શકીલ અહેમદ

Wednesday 28th January 2026 05:12 EST
 
 

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા શકીલ અહેમદે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. અહેમદે રાહુલને સૌથી ડરપોક અને અસુરક્ષિત નેતા ગણાવ્યા હતા. શકીલ અહેમદનું કહેવું હતું કે, રાહુલ મજબૂત અને સિનિયર નેતાને પસંદ નથી કરતા. પાર્ટીમાં તેમને હંમેશાં બોસની ફીલિંગ જોઈતી હોય છે. ખડગે માત્ર નામના જ પાર્ટી પ્રમુખ છે, અસલી કંટ્રોલ તો રાહુલના હાથમાં છે. રાહુલનું બંધારણ બચાઓ આંદોલન નિષ્ફળ છે. આ સાથે તેમણે કોંગ્રેસના નેતૃત્વ પર મુસ્લિમ નેતાઓથી અંતર કેળવવાનો આરોપ પણ લગાવ્યો હતો.


comments powered by Disqus