રિપોર્ટિંગનું ઝનૂન ધરાવતા ‘વોઈસ ઓફ ઈન્ડિયા’ માર્ક ટલીનું નિધન

Wednesday 28th January 2026 05:49 EST
 
 

નવી દિલ્હીઃ ‘વોઇસ ઓફ ઇન્ડિયા’ના નામથી જાણીતા પત્રકાર-લેખક માર્ક ટલીનું રવિવારે નિધન થયું. કેટલાક દિવસથી બીમાર 90 વર્ષીય માર્કે દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 24 ઓક્ટોબર 1935એ કોલકાતામાં જન્મેલા માર્ક બે દાયકા સુધી ભારતમાં બીબીસીના બ્યૂરો ચીફ રહ્યા હતા.
માર્ક ટલીને ક્યારેય સમાધાન કરતા જોવા મળ્યા નહોતા ભલે તેમનાથી સૌથી અગ્રણી વ્યક્તિ ગુસ્સે થઈ હોય. તેમણે 1971નાં બાંગ્લાદેશ રમખાણોથી લઈને 1975માં ભારતમાં ઇમર્જન્સી, 1984માં ઓપરેશન બ્લૂ સ્ટાર અને 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ સુધીની ઘણી મોટી ઘટનાઓનું રિપોર્ટિંગ કર્યું હતું. ઘણીવાર ભારતીય સરકારો સાથેના તેમના સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા. ઘણી વખત એવું પણ બન્યું જ્યારે તેમના પત્રકારત્વને કારણે સત્તા પ્રતિષ્ઠાનોને અસુવિધા સર્જાઈ હતી. ઇમર્જન્સીની ઘોષણા બાદ તેમને ભારત છોડીને દોઢ વર્ષ લંડન જવાની ફરજ પડી હતી. બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન તેમની વિરુદ્ધ મુર્દાબાદના નારા લાગ્યા હતા.


comments powered by Disqus